World Yoga Day

૨૧ જૂન, ૨૦૧૮ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના અનુસંધાને શિક્ષણનગરી વિસનગર ખાતે સાંકળચંદ પટેલ
યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમદાવાદના
ખ્યાતનામ યોગગુરુ શાસ્ત્રીશ્રી રત્નાકર પાઠએ યોગનું પ્રશિક્ષણ આપ્યું હતું. યોગપ્રશિક્ષણમાં યોગગુરુએ વિવિધ
આસનો કરાવી કાર્યક્રમમાં હાજર રહેલ દરેકને તેના લાભા-લાભથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે
યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ, મંડળના ટ્રસ્ટીશ્રીઓ, પ્રોવોસ્ટશ્રી પ્રો. (ડૉ.) વી. કે. શ્રીવાસ્તવ સાહેબ,
રજીસ્ટારશ્રી ડૉ. પરિમલ ત્રિવેદી તેમજ દરેક કોલેજના આચાર્યશ્રીઓ, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ તથા
વિદ્યાર્થીઓએ હાજરી આપી યોગ દિવસને સફળ બનાવવા માટે ભાગ લીધેલ.

  • 233A0662-min
    233A0513-min
    233A0493-min

View more photos →